આત્મ નિર્ભર ભારત :-
આત્મ નિર્ભર ભારત :-
નાણાં મંત્રી નિર્મલા સીતારામને બુધવારે 20 લાખ કરોડના રાહત પેકેજ ની માહિતી આપી હતી.
આવક વેરો ભરવા ની તારીખ 3 મહિના માટે આગળ વધારવા માં આવી
નાના અને માધ્યમ વર્ગ ના ઉદ્યોગો ને (MSME) 3 લાખ કરોડની લોન
- લોન ચાર વર્ષ માટે અપાશે
- એવા ઉદ્યોગોને મળશે, જેની બાકી ચૂકવવાની નીકળતી લોન 25 કરોડથી ઓછી હોય અને ટર્નઓવર 100 કરોડથી વધારે ન હોય.
- 10 મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે
- લોન એપ્લાય કરવા ની છેલ્લી તારીખ 31/10/2020 છે
- કુલ 45 લાખ MSME ને ફાયદા કારક નિર્ણય, ઝેરો ખર્ચ પર
- સારા MSME માટે 50 હજાર કરોડનું ફન્ડ ઓફ ફંડ બનાવા માટે નો પ્રસ્તાવ.
- તમામ નાના ઉદ્યોગોને સામેલ કરવામાં આવશે.
- માઈક્રો ઈન્ડસ્ટ્રી માટે 25 લાખથી વધારીને રોકાણ 1 કરોડ કરવામાં આવ્યું.
- સ્મોલ ઈન્ડસ્ટ્રી માટે 10 લાખ કરોડ સુધીનું રોકાણ અને 50 કરોડ સુધીનો કારોબાર, મધ્યમ માટે 20 કરોડ રોકાણ અને 100 કરોડનાકારોબારને મંજૂરી.
- લોકલ ઉદ્યોગોને વૈશ્વિક બનાવવા માટે 200 કરોડ રૂપિયાથી ઓછાનો વૈશ્વિક ટેન્ડરના નિયમને ખત્મ કરવામાં આવ્યા છે.
- આશિક ઋણ ગેરન્ટી યોજનામાં 45 લાખ કરોડ રૂપિયાનો પ્રાવધાન કરવા આવશે. તેમાં સરકારને 20 ટકા નુકસાન થશે. તેનાથી સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગો અને લોકોને લોન લેવામાં સરળતા રહેશે.
એનબીએફસી - માટે 30 હજાર કરોડ રૂપિયા
નોન બેન્કિંગ કંપનીઓની લિક્વિડિટીની સમસ્યા દૂર કરવા માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ શરૂ થશે.
એનબીએફસી સાથે હાઉસિંગ ફાઈનાન્સ અને માઈક્રો ફાઈનાન્સને પણ આ 30 હજાર કરોડમાં જોડવામાં આવ્યા છે. તેની સંપૂર્ણ ગેરન્ટીભારત સરકાર આપશે.
45000 કરોડ રૂપિયાની આંશિક ક્રેડિટ ગેરન્ટી એનબીએફસી ને આપવામાં આવશે. તેમાં એએ પેપર્સ અને તેની નીચેની રેટિંગ વાળાપેપર્સને પણ લોન મળશે. અનરેટેડ પેપર્સ માટે પણ તેમાં જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી નવા લેન્ડિંગને પ્રોત્સાહ મળશે. એનપીએમાટે સરકાર બેંકો ને આંશિક મદદ કરશે
પાવર જનરેટિંગ કંપનીઓને 90 હજાર કરોડ રૂપિયા
મુશ્કેલીમાં ઘેરાયેલા રાજ્યોની પાવર જનરેટિંગ કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે 90,000 કરોડ રૂપિયા આપવામાં આવશે.
સરકારી કોન્ટ્રાક્ટર્સને રાહત
તમામ સરકારી એજન્સીઓ રેલવે, રોડવેજ કોન્ટ્રાક્ટમાં 6 મહીનાનું એક્સટેન્શન આપશે. આ 6 મહિના દરમિયાન કોન્ટ્રાક્ટરને કોઈ પણપ્રકારન શરત વગર રાહત આપવામાં આવશે.
કોન્ટ્રાક્ટરો જે આંશિક સિક્યોરિટીઝ આપતા હતા, તેને પરત આપવામાં આવશે.
ધારો કે કોઈએ 70 ટકા કામ કર્યું છે તો તેની બાકીની 30 ટકા ગેરન્ટી તેમને પરત આપવામાં આવી શકે છે. જેટલું કામ થશે તેના આધારપર આ ગેરન્ટી રિલીઝ કરવામાં આવશે.
પીપીએફ - ઈપીએફ : કંપનીઓ પીએફ માંનો હિસ્સો 12% ટકાની જગ્યાએ 10 ટકા કરી શકશે
તમામ કંપનીઓ જ્યાં 100થી ઓછા કર્મચારીઓ કામ કરે છે અને તેમની સેલેરી 15 હજારથી ઓછી છે, તો તેમના પીપીએફ ના પૈસાસરકાર આપશે. આવા કર્મચારીઓની સેલેરીનો 24 ટકા હિસ્સો સરકાર તેમના પીપીએફ માં જમા કરશે.
હવે કંપનીઓ કર્મચારીઓના પીએફ માં તેનો હિસ્સો 12 ટકાની જગ્યાએ 10 ટકા કરી શકશે.
સરકારે ઈપીએફ ફાળો ત્રણ મહિના માટે આગળ વધાર્યું છે, હવે ઓગસ્ટ સુધી ઈપીએફ માં સરકાર મદદ કરશે.
ટીડીએસ - રેટમાં 25 ટકા ઘટાડો-
13 મી મે થી - માર્ચ 2021 સુધી - ટીડીએસ માં ઘટાડો - બ્રોકરેજ / કમીશન / કે કોઈ પણ વળતર
જેના પણ બાકી નીકળતા રિફંડ છે, તેનું જલ્દી માં જલ્દી વળતર આપવામાં આવશે
શેરબજાર પર અસર :-
- આ પેકેજ ની શેર બજાર પર પોઝિટિવ અસર જોવા મળશે
- આ પેકેજ માં નાણાં ની પ્રવાહિતતા વધવા અને લોન ને આધાર આપવાના નિર્ણય થી - નોન બેન્કિંગ અને ફિન્નાસ કંપની / બેંક અનેહાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ ને લાભ
- જે બંકો એ નાના અને મધ્યમ વર્ગ ના ઉદ્યોગો ને ધિરાણ કર્યું છે એ બેંકો ને ફાયદો
અર્થશાસ્ત્ર પર અસર:-
- પેકેજ અસ્તિત્વ માટે નહિ પણ વૃદ્ધિ માટે નું
- કોઈનાથી પણ ઉદ્યોગો ને પ્રબળ અને સરળતા થી કરી શકાય પૂરતું ધ્યાન રાખવા માં આવ્યું છે.
- સંકટ સમયે, જીડીપી નું 10% પેકેજ આપવું એ મોટી વાત મનાય છે
- અર્થશાસ્ત્ર, જે નબળું પડી ગયું હોવાનું એંધાણ હતું તેને હવે પ્રબળતા મળશે
- બંકો ને ધિરાણ માટે જોખમ ઉઠાવા માટે પ્રેરણા મળશે
- લોક down ખુલ્યા પછી અર્થશાસ્ત્ર માં જલ્દી રિકવરી ના સંકેત
પેકેજ નું સરળ અને સચોટ વર્ણન. Keep it up.
ReplyDeleteNicely explained..
ReplyDelete